Good Morning Gujarati Shayari, સુપ્રભાત ગુજરાતી શાયરી.

This post we are going to share the best : Good Morning Gujarati Shayari, સુપ્રભાત ગુજરાતી શાયરી, Gujarati Shayari.

મૂંઝવણ સાથે દોડવું એના કરતા,
સમજણ સાથે ધીમે ધીમે ચાલવું સારું.

બધી વાત મનમાં લઈને ફરશો
તો રડવું જ આવશે, પણ,
જે જેવા છે એમની સાથે
એવા જ બનીને રહો મજા આવશે..

દુનિયાનું સૌથી સારું પુસ્તક,
ખુદ આપણે જ છીએ
પોતાને સમજી લ્યો એટલે બધી જ,
સમસ્યાનું સમાધાન થઈ ગયું, સમજી લ્યો

Good Morning Gujarati Shayari.

સુખ અને દુઃખના આવતી સમયે ગભરાવું નહીં,
કારણ કે, હીંચકો જેટલો પાછળ જાય છે.
એટલો જ આગળ પણ આવે છે.

જિંદગી માં બધા કડવા અનુભવ,
મીઠાં માણસો પાસેથી જ મળે છે…

સૌને સુખ આપવાની તો
આપણી તાકાત નથી
પણ કોઇને દુખ ન આપવું
એ તો આપણા હાથની વાત છે!!

સંબંધ એ એક એવું વૃક્ષ છે
કે જે લાગણી દ્વારા ઝૂકી જાય,
સ્નેહ દ્વારા ઉગી જાય અને
શબ્દો દ્વારા તૂટી જાય !!

જો કોઈ પૂછે કે ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું ?
તો બિન્દાસ થી કહેજો કે જે ગુમાવ્યું તે
મારુ ક્યારેય હતુ જ નહીં,
અને જે મળ્યું છે તે ભગવાન ની મહેરબાની છે..

પાણી માં પડેલા તેલ ના ટીપાં ને સંપર્ક કહેવાય જ્યારે
પાણી માં પડેલા દૂધ ના ટીપાં ને સબંધ કહેવાય
તસવીરમાં નહિ પણ તકલીફ માં સાથે દેખાય તે આપણા કહેવાય

સુપ્રભાત ગુજરાતી શાયરી.

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય….

જગતમાં બે છોડ એવા હોય છે
જે કડી કરમાતા નથી.
અને એક વખત કરમાય તો લાખ કોશિશ કરો,
તોય ફરી ખીલતા નથી.
એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ.

જે માણસ બીજા ના મોઢા પર
ખુશી જોઈ ખુશ થતો હોય
ભગવાન એના મોઢા પર ક્યારે
પણ ખુશી ઓછી થવા દેતો નથી.

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।