Gujarati shayari / ગુજરાતી શાયરી

Gujarati shayari / ગુજરાતી શાયરી : હેલો દોસ્તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ Best New Gujarati shayari / ગુજરાતી શાયરી તો દોસ્તો તમને આ અમારી પોસ્ટ ગુજરાતી શાયરી પસંદ આવે તો અમને comment કરીને જરૂર બતાવજો કે તમને આ અમારી પોસ્ટ કેવી લાગી.

Gujaratishayari / ગુજરાતી શાયરી

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો?
બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” ,
જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ.

Gujarati shayari.

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે,
એમ એમ વધારે ગમતી જાય છે.

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

તારી યાદને આદત પડી ગયી
રોજ મારી પાસેઆવવાની,
નહીતર મને ક્યા આદત હતી,
રોજ તને યાદ કરવાની.

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

ગુણાંક ન મળ્યાની જાણી વાત ને
સમય સૂચક ગણી એં પ્રેમ માં અટકી ગયા
અને ક્યાં ખબર હતી કે એં મુલાકાત
બની પડછાયો ક્યાં પીછો છોડતી હતી.

Gujarati shayari ગુજરાતી શાયરી.

ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….

નાખુશ થયા એં જોઇને અમને
જયારે મુખ પર મારા હસી હતી,
અને ક્યાં ખબર હતી કે એં
રુદન માં પણ બની હસી એં વસી હતી.

Gujarati shayari  ગુજરાતી શાયરી
Gujarati shayari ગુજરાતી શાયરી

સફેદ પડી ગઈ હતી ઝાંખ,
છતાય, ચમક આંખ માં હતી
અને ક્યાં ખબર હતી કે એં
આંખ ના પોપચામાં હતી.

જે સમયસર રીપ્લાઈ નથી આપતી
એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

વરસો વીતી ગયા વાત ને
પણ, હજીયે એ મનમાં હતી,
અને ક્યાં ખબર હતી કે એં
હજીયે ક્યાંક કોઈ ગમ માં હતી.

ગુજરાતી શાયરી.

ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો,
કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે..

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે..

નથી હું એનો કે હવે એં મારી
વાત ક્યાં આ દુઃખ ની હતી
અને ક્યાં ખબર હતી કે
સાથે જ રહેવું એંજ ક્યાં ઝીંદગી હતી.

Gujarati shayari  ગુજરાતી શાયરી
Gujarati shayari ગુજરાતી શાયરી

અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.
વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.
તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.

ઍક ઇલજામ માથે પડ્યો
આવતા જતા હુ સૌને નડ્યો,
બસ અમસ્તુજ ચુંટ્યુ ફૂલ ને
જાણે હૂ વસંત ને નડ્યો.

નવી ગુજરાતી શાયરી સંગ્રહ.

તુટ ગયી તલવાર પર ધાર વહી હૈ
તુટ ગયી તલવાર પર ધાર વહી હૈ
જાનતા હુ કિ મિલ નહી સકતે હો… મગર…
મગર પ્યાર આજ ભી વહી હૈ…

તારી ઍક યાદ જાણે ઘાયલ બની ગઈ,
પ્રેમથી પીધેલી ઘુંટ જાણે શરાબ બની ગઈ.
મોજાઓ ઉછળવાનુ ભૂલી ગયા,
ને જાણે સાગરની મસ્તી પણ ઓટ બની ગઈ.

તુ માત્ર whatsapp મા block કરી શકીશ,
હ્રદય મા block કરવાનુ option નથી.

તારી યાદોને હવે રોકી શકતો નથી,
તને જોયા વગર હવે રહી શકતો નથી,
કોણ જાણે કયું જાદુ કરી બેઠી છે મારા પર.. .
તારા વગર આ જિંદગી હવે જીવી શકતો નથી ને તને પામ્યા વગર મરી પણ શકતો નથી.

સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,
મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે.

Gujarati shayari / ગુજરાતી શાયરી.

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

કોરા કાગળમાં કઈક આમ લખુ છું,
મોગરાના તેજને પણ શ્યામ લખુ છું,
ઉડી ન જાય સુવાસ તારી,
ઍટલે બંધ ઍકાન્તમાં પણ નામ લખુ છું

એવુ નથી કે..જોર નથી મારી પાંખમાં ..
પણ..
બસ ઉડવુ ગમતુ નથી..
કેદ થયા પછી તારી આંખમાં..

દિલ હો ઉછાંછળું તો ઘણો ફેર ના પડે,
બુધ્ધિ હો વિપરીત તો નક્કી વિનાશ છે.

Gujarati shayari SMS.

જે માણસ સાચો હોય છે તે
લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે
ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે
તો નિરાસ ના થતા….. કેમકે…
મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

ઉભરા હૃદયના કાઢ, પરંતુ બધા નહિ,
ફરિયાદની મજા તો ફક્ત કરકસરમાં છે…

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।