Gujarati shayari for sister… ગુજરાતી શાયરી…

This post we are going to share the best : Gujarati shayari for sister, ગુજરાતી શાયરી 2021.

Gujarati shayari for sister... ગુજરાતી શાયરી...
Gujarati shayari for sister… ગુજરાતી શાયરી…

બહેન માટે તો જાન છે…
કેમકે એ તો ભાઈની શાન છે !!

ભાઈ બહેન એટલે…
કિટા થી લઈને
બિચ્ચા સુધી નો સંબંધ !!

ભાઈ બહેન નો પ્રેમ સમુદ્ર જેવો હોય છે…
જેનો ક્યારેય અંત આવતો જ નથી…

એક ભાઈ બધુંય સહન કરી શકે છે પણ…
પણ પોતાની બહેનનું અપમાન નહીં…!

કોઈએ પૂછ્યું નસીબ કોને કહેવાય ?
જેને ભાઈ બહેનનો પ્રેમ મળ્યો છે,
એ જ નસીબ …!!

sister status in gujarati.

બહેન તે તો નારાજ થવાનું પણ છોડી દીધું…
આટલી બધી નારાજગી સારી નહીં…

તારી દરેક ખુશીમાં મારી ખુશી છે…
કેમ કે બહેન છે તું મારી…

Gujarati shayari for sister…

બહેનની નાની એવી વાતમાં ગુસ્સે થાય,
અને બહેન વગર એક દિવસ
પણ બોલ્યા વગર ના રહે…
એનું નામ ભાઈ

આંખ ખોલું ને વાંદરા જેવો ભાઈ સામે હોય,
આનાથી વિશેષ નજરાણું બીજું ક્યું હોય શકે…

બહેનની તકલીફ જોઈને
પોતાને પણ તકલીફ થાય…
સાહેબ તેનું જ નામ ભાઈ…

દુનિયાના કોઈ પણ એકમની
તાકાત નથી સાહેબ…
કે ભાઈ બહેનના પ્રેમનું વજન માપી શકે…

પ્રેમ તો ભાઈ બહેનનો જ છે…
પછી ભલે સગા હોય કે માનેલા…!!

Sister Shayari in gujarati

રમત કોઈ પણ હોય,
પણ ભયલું જો તારો સાથ હોય…
તો જીત નિશ્ચિત જ હોય છે…

ભાઈઓ ક્યારેય તમારી બહેનથી શાક કે
રોટલીમાં કમી ન કાઢતાં…
બિચારી કલાકો સુધી Whatsapp અને
Instagram મૂકીને જમવાનું બનાવતી હોય છે

Gujarati shayari for sister…

ભાઈ Internet Recharge કરાવશે.
અને બહેન ભાઈનું અડધું
Internet Use કરી નાખશે…

ભાઈ કહેવામાં માન છે…
અને ભઈલું કહેવામાં અનેરો પ્રેમ છે..

યાદ કરું છું કે નહીં,
એનો વિવાદ રહેવા દે બહેન…
જરૂર પડે તો ખાલી યાદ કરજે
તારો ભરોસો ખોટો નહી પડવા દઉ…

એક બીજા સાથે ભલે ઝગડો કરે…
પણ એક બીજાને રડતા ના જોઈ શકે…
તેનું જ નામ ભાઈ બહેન…

આપણા નખરા બીજા કોઈ
સહન કરે કે ના કરે….
પણ ભાઈ બહેનને જરૂર કરવા પડે…

ગુજરાતી શાયરી 2021

બહેનને લક્ષમીની જેમ સાચવજો સાહેબ,
નસીબદાર ભાઈને જ બહેન મળે છે…

જો બેનની કિંમત સમજવી હોય તો
બેન વગરના ભાઈને જોઈ લેજો
બેનેની કિંમત સમજાય જાશે.

ભાઈને બહેનનો વ્હાલ બહું ગમે છે…
એટલે તો ભાઈને બહેન બહું ગમે છે.

Gujarati shayari 2021

જેમ કૃષ્ણ વગર રાધા અધુરી છે…
તેમ જ ભાઈ વગર એક બહેન અધુરી છે…!!

બધાની બહેન ડાહી ન હોય,
અમુકની તો માથાભારે પણ હોય…
જે અમસ્તા ભાઈને મેથીપાક આપી દેતી હોય…

Leave a Comment